Monday, July 17, 2023

Luv Kush Pathshala at Mandanpura by Helps Foundation

Without education there is no future.

Give education to children for their bright future
Education for all - by Helps Foundation
ગુણવત્તાયુક્ત શિક્ષણની દિશામાં આયોજનબદ્ધ રીતે પગલાં લેતું હેલ્પ્સ ફાઉન્ડેશન બદરખાથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલા માંડણપુરામાં 'હેલ્પ્સ પાઠશાળા' ની કામગીરી કરે છે , જેમાં ડૉ. ધીરેન્દ્ર પટેલ , ડૉ. કાજલ પટેલ અગ્રેસર કાર્ય કરે છે  અને તેમના માર્ગદર્શનમાં યાશ્રી, અંજલી , મીના અને કરીના જોડાય છે. આજે અમે સૌ સ્વયંસેવકો તેમને ક્રાફટ વર્ક કરાવવાના હતા. આયોજન હતું સે મુજબ દિવસની શરૂઆત પ્રાર્થના દ્વારા થઈ , વિદ્યાર્થીઓએ જ પ્રાર્થનાથી શરૂઆત કરી. તેઓ માંથી જ ત્રણ વિદ્યાર્થીનીઓએ એક સુંદર મજાની કવિતા રજૂ કરી. એ પછી અમે સૌને ક્રાફટ પેપરમાંથી કંઈક નવી વસ્તુ બનાવવા જણાવ્યું , તેઓએ હોડી , પાકીટ અને ફરકડી જેવી ઘણી વસ્તુઓ જાતે બનાવી. અમે તેમને કાગળ માંથી બુકમાર્ક બનાવતા શીખવ્યું અને તેઓએ ખૂબ જ રસપૂર્વક આ પ્રવૃત્તિમાં ભાગ લીધો ,સૌ આ નવી પ્રવૃત્તિ એક અલગ જ ઉત્સાહથી કરતા હતા. એ પછી બધાને બિસ્કિટનું વિતરણ કર્યું અને રાષ્ટ્રગીત ગાઈને અમે સૌ છુટ્ટા પડ્યા. 


No comments:

Post a Comment

Equity and Social Justice through Quality Education in Rural Students

  Free and Quality Education for rural students is not only a moral imperative but also a wise investment in the future prosperity and well-...