Sunday, August 6, 2023

Luv Kush Pathshala - Helps Foundation at mandanpura village for quality education

 માંડણપુરાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણની દિશામાં આગળ વધારતું અને બાળકોની પ્રગતિ માટે સતત તત્પર એવું હેલ્પ્સ ફાઉન્ડેશન અહીં હેલ્પ્સ પાઠશાળા ચલાવે છે. ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ર્ડા કાજલ પટેલના સતત માર્ગદર્શન અને સાથને કારણે આ પ્રવૃત્તિ સફળતાપૂર્વક ચાલી રહી છે , જેમાં યાશ્રી,કરીના, મીનદીદી અને અંજલિ પણ જોડાયા હતા.

Quality Education for all by Ngo Helps Foundation
Education for all - by Ngo Helps Foundation
માંડણપુરાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ
Luv kush Pathshala - by Ngo Helps Foundation
બાળકોની પ્રગતિ માટે સતત તત્પર
Quality Education by Ngo Helps Foundation
આયોજન અનુસાર અમે આજે હેલ્પ્સ પાઠશાળાના સ્થળ પર પહોંચ્યા અને દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરી. આગળના દિવસે આપેલું ગૃહકાર્ય તપાસ્યા બાદ અમે એમના આજના શિક્ષણકાર્યની શરૂઆત થઈ. આજે ધોરણ ૬,૭ અને ,૮ માં અંગ્રેજીના વિવિધ નવા નવા સ્પેલિંગ તેમને નોંધી આપ્યા - ઉચ્ચાર અને અર્થ સાથે અને એમને આ શબ્દો ફરી લખવા જણાવ્યું. ધોરણ ૮માં એક પાઠની શરૂઆત કરી અને એ પાઠમાં આવતા અઘરા શબ્દો પણ નોંધાવ્યા અને એમની પાર ધ્યાન આપવા કહ્યું કે જેથી તેઓ નવા શબ્દો શીખી શકે , યાદ રાખી શકે. શિક્ષણકાર્યના અંતે બાળકોને બિસ્કિટનો નાસ્તો આપવામાં આવ્યો , અને ધોરણ ૭ની એક વિદ્યાર્થીનીનો જન્મદિવસ હતો જેથી  સૌએ તેને અભિનંદન પાઠવ્યા અને તેણે સૌ બાળકોને આ નિમિત્તે ચોકલેટ આપી. આ પછી અમે સૌએ સાથે મળીને 15 ઓગસ્ટ નિમિત્તે જે કાર્યક્રમનો વિચાર કર્યો છે તેની ચર્ચા મોટા ધોરણના બાળકો સાથે કરી , અને કાર્યક્રમમાં શુ કરી શકાય એ વિશે તેમનો અભિપ્રાય લીધો. વિવિધ રમતોમાં કોણ કોણ જોડાશે એના નામની નોંધ કરી અને રાષ્ટ્રગીત ગાઈ અમે સૌ છુટા પડ્યા.

No comments:

Post a Comment

Equity and Social Justice through Quality Education in Rural Students

  Free and Quality Education for rural students is not only a moral imperative but also a wise investment in the future prosperity and well-...