આજે સમગ્ર વિશ્વ જ્યારે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલકલામનો જન્મદિવસ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે હેલ્પ્સ ફાઉન્ડેશન પણ આ કાર્યક્રમમાં જોડાયું છે. ધોળકાના બદરખા નજીક આવેલા માંડણપુરા ગામમાં જે ગુણવતાયુક્ત શિક્ષણ માટે હેલ્પ્સ પાઠશાળા ચલાવવામાં આવે છે તેમાં આજના દિવસે શિક્ષણકાર્ય કરાવીને આ દિવસ ઉજવવામાં આવ્યો.
|
Quality Education by Helps Foundation |
સૌ નક્કી કરેલા સમય પર હેલ્પ્સ પાઠશાળાના સ્થળ પર પહોંચ્યા, બાળકો ત્યાં હાજર હતા. સૌ પ્રથમ પ્રાર્થનાથી દિવસની શરૂઆત કરી. આજે મોટા વિદ્યાર્થીઓના સ્થાને નાના બાળકોએ સૌને પ્રાર્થના કરાવી.એ પછી નિયમિતતા જળવાય એના માટે હાજરી લેવામાં આવી, અને શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું. આજે ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં 1-1 પાઠ સમજાવ્યો. તથા ધોરણ 6ના બાળકોને સામાજિક વિજ્ઞાન વિષયમાં જે પ્રશ્નો હતા એ સમજાવ્યા. ઉપરાંત હવે પછી તહેવારોને ધ્યાનમાં રાખીને બાળકો માટે હેલ્પ્સ પાઠશાળામાં દિવાળીની રજાઓનું આયોજન કરવામાં આવ્યું અને તેની માહિતી બાળકોને પણ આપવામાં આવી. અંતે સૌને નાસ્તાનું વિતરણ કર્યું અને રાષ્ટ્રગીત ગાઈ સૌ છુટ્ટા પડ્યા.
#education
#ngoforcsr #drdhirendrapatel #bestngoingujarat #ngohelpsfoundation #education4all #freeeducation #ngoinahmedabad #qualityeducation #ahmedabadngo #ngofordonations #Humanitarianorganization,