તા-25 -2 -23
વાર- શનિવાર
માંડણપૂરા ગામ માં હેલ્પ ફાઉન્ડેશન દ્વારા , ડૉ. ધીરેન્દ્ર સર, ડૉ.કાજલ મેમ અને અમારી ટીમ હું,મીના,કરીના ગયા હતા.
આજે મે ધોરણ 6.7.8 ના બાળકો ને બેઝિક અંગ્રેજી ગ્રામર સિખવ્યું.જેમાં શરૂઆત માં મારી પાસે 3 બાળકો જ હતા પરંતુ એમને જાણ્યું કે આજે અંગ્રેજી ભણાવવાના છે તો જોત જોતા માં મારી પાસે 8 બાળકો અંગ્રેજી સિખવા માટે આવી ગયા.તેમના આ ઉત્સાહ ને જોઈ મારો ઉત્સાહ પણ વધી ગયો.મે બાળકો ને અંગ્રેજી કક્કો, અંગ્રેજી આંકડા,અને થોડું ગ્રામર સીખવ્યું.આ બાદ અમે બધા સાથે મળી ને ખો - ખો , ડુંગર પર આગ લાગી અને સ્ટેચ્યુ જેવી અદભુત રમતો રમ્યા.
આવતી કાલનો સમય જણાવી રાષ્ટ્ર ગાન ગાઈને છુટા પડ્યા....આજે નવીન માં એવું જાણવા મળ્યું કે તેમની મોટા ભાગ ની બેહનો નાની છે અથવા તો પરણી ને સાસરે રહે છે.