આજે રવિવાર હોવા છતાં ગઈ કાલે જણાવ્યા મુજબ બાળકો ઉપસ્થિત રહ્યા, તે જોઈને એવું લાગ્યું કે તેમને કંઇક નવું શીખવું છે.
હેલ્પ્સ ફાઉન્ડેશન ટીમના Dr.ધીરેન્દ્રસર,Dr.કાજલમેમ, અંજલીબેન, કરીનાબેન અને યાશ્રીબેન સાથે મળીને તે કાર્યને ઉત્સાહ પૂર્વક ભાગ ભજવી રહ્યા છે.જેમકે યાશ્રીબેન 6/7/8 ધોરણનું શિક્ષણ કાર્ય સાંભળતા હતાં,તે રીતે કરીનાબેન 5 ધોરણનું શિક્ષણ કાર્ય સાંભળતા હતાં,હું (મીના) ધોરણ 3/4નું અને અંજલીબેન k.g.1/2અને 1ધોરણ .
શિક્ષણ કાર્યને પૂર્ણ કર્યા બાદ મનોરંજન માટે રમત પણ રમાડવામાં આવી તે રમતમાં દરેક બાળક મનગમતી પ્રવૃત્તિ (કવિતા,બાળગીત,ઉખાણાં, હિંદી માં પોતાનો પરિચય અને સરસ્વતી માતા પૂજા )વગેરે જેવી વિશેષતા ધરાવતી આ રમત સૌ બાળકોએ આનંદ માણ્યો.ત્યારબાદ તેમને ચોકલેટ આપવામાં આવી અને પછી રાષ્ટ્રગીત ગઈને અમે છુટ્ટા પડ્યાં.
From: Volunteer Meena...
No comments:
Post a Comment