હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ‘હેલ્પ્સ પાઠશાળા’ના વિચાર હેઠળ માંડણપૂરાના બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કાર્ય કરવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં હેલ્પ્સ ફાઉન્ડેશનના ડૉ. ધીરેન્દ્ર પટેલ, ડૉ. કાજલ પટેલ તથા શિવમભાઈના માર્ગદર્શન હેઠળ અને તેઓની સાથે મીના, યાશ્રી, કરીના, અંજલી અને પથિક જોડાયા હતા.
|
Education for all by Helps Foundation |
આયોજન મુજબ પાઠશાળાની શરૂઆત પ્રાર્થનાથી થઈ, અને સૌ બાળકોના શિક્ષણ કાર્યમાં જોડાયા. આ પાઠશાળામાં ૧ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ જોડાય છે. શિક્ષણકાર્ય પૂર્ણ થયા બાદ બાળકોને બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો. સૌએ ખૂબ જ આનંદથી સાથે બેસીને નાસ્તો કર્યો. સાથે સાથે આજે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા તેઓને ચોપડા તથા નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું કે જે તેઓમાં ભણતરની પ્રેરણા જન્માવે અને આગળ વધવામાં મદદરૂપ નીવડે.
|
Education for all by Helps Foundation |
|
Education for all by Helps Foundation |
No comments:
Post a Comment