Sunday, August 20, 2023

Helps Pathshala - Luv Kush pathshala at mandanpura by Helps Foundation

 હેલ્પ્સ ફાઉન્ડેશનનો શિક્ષણનો સેવાયજ્ઞ  'હેલ્પ્સ પાઠશાળા' ના નામ હેઠળ ધોળકાના બદરખા નજીક માંડણપુરામાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે , અહીં લગભગ 45 થી વધુ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. હેલ્પ્સ ફાઉન્ડેશનના ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ડૉ. કાજલ પટેલની સાથે અને તેમના માર્ગદર્શનમાં યાશ્રી, મીનાદીદી, અંજલી અને કરીના આ કાર્યમાં જોડાઈએ છીએ. 

Helps Foundation at mandanpura for Helps Pathshala
Luv Kush Pathshala by Helps Foundation
birthday wishes for Dhirendrapatel sir
Luv Kush Pathshala by Helps Foundation

આજે હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટીશ્રી ડૉ. ધીરેન્દ્ર પટેલનો જન્મદિવસ હોવાથી માંડણપુરાની હેલ્પ્સ પાઠશાળાના બાળકો માટે બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌ પ્રથમ અમે પહોંચીને બાળકો સાથે પ્રાર્થના કરી અને દિવસની શરૂઆત થઈ , આ પછી ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ સાથે મળીને તેમને હિન્દી વિષયમાં આવતી કવિતાનું ગાન કર્યું, જેના શબ્દો હતા , - 'તેરી હૈ ઝમીન...'. ઉપરાંત અમુક વિદ્યાર્થીઓને વાંચનની પ્રેક્ટિસ પણ આજના દિવસમાં કરાવવામાં આવી.

free food distribute by Helps Foundation
Luv Kush Pathshala by Helps Foundation

આ બાદ બાળકોને ભોજન માટે બેસાડવામાં આવ્યા , તેઓ માટે પૂરી , શાક , મોહનથાળ અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી.  બાળકોએ પહેલા સંસ્થાના સ્થાપક અને ટ્રસ્ટીશ્રી ડૉ. ધીરેન્દ્ર પટેલ સરને જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને પછી ભોજનની શરૂઆત કરી. તેમને બધાને સાથે જમવાનો ખૂબ જ આનંદ આવ્યો , અને સૌએ ખૂબ જ મજાથી ભોજન લીધું. અંતમાં અમે સૌ રાષ્ટ્રગીત ગાઈ અને છુટ્ટા પડ્યા.

Tuesday, August 15, 2023

77th Independence Day Celebration by Helps Foundation at Mandanpura.

 હેલ્પસ ફાઉન્ડેશન હેલ્થ, એજ્યુકેશન અને લાઈવલીહૂડ પ્રોજેક્ટ પર કાર્ય કરે છે. એજ્યુકેશન પ્રોજેક્ટ અંતર્ગત ધોળકા તાલુકાના માંડણ પૂરા ગામમાં "હેલ્પસ પાઠશાળામાં" ગુણવત્તા સભર શિક્ષણ પૂરુ પાડે છે. 15 મી ઓગસ્ટના રોજ  77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિતે માંડણ પૂરા "હેલ્પસ પાઠશાળામાં" રમતોત્સવ રાખવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન રૂપે બદરખા ગામના સરપંચશ્રી, માંડણપૂરાના આચાર્યશ્રી પણ આમંત્રિત કર્યાં.હેલ્પ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી ડૉ ધીરેન્દ્ર પટેલ પણ  હાજર રહ્યા.સાથે જૂથકાર્ય કરવાની ભાવના સાથે સહભાગી મિત્રો આ  કાર્યક્રમમાં હાજર રહ્યા.

Helps Foundation at mandanpura
Independence Day Celebration by Helps Foundation
independence day celebration by children of mandanpura
Luv Kush Pathshala with Helps Foundation
playing games by Helps Pathshala Children
Helps Pathshala at mandanpura

આયોજન પ્રમાણે આ કાર્યક્રમ સમય10થી 2વાગ્યા સુધીનો હતો.સૌ પ્રથમ ભારત માતાની પૂજા કરી અને પછી રાષ્ટ્રગીત ગવરાવવામાં આવ્યું. બાળકોનો ઉત્સાહ વધે તે અંગે  4 પ્રકારની રમતોત્સવ રાખવામાં આવ્યો જેમાં લીંબુ ચમચી, ત્રિપગી દોડ,કોથળા કૂદ,અને લોટ રમત હતી.રમતોત્સવ બાદ ત્રણ નંબર આપવામાં આવ્યા તેમાં તેમને ઇનામમાં 1નંબર ને 5નોટબુક અને એક પાઉચ, 2નંબરને 3નોટબુક અને એક પાઉચ,3 નંબર ને એક પાઉચ રાખવામાં આવ્યું. "મેરી મિટ્ટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત બે બાળકો એ વક્તવ્ય રજૂ કર્યું ,તેમને પણ ઇનામ આપવામાં આવ્યું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકોને બિસ્કીટનો નાસ્તો આપવામાં આવ્યો.

Monday, August 7, 2023

National anthem by Helps Foundation Pathshala at Mandanpura.

 It was a heartwarming moment as the children from Helps Pathshala came together to sing the national anthem with pride and unity. Their voices resonated with a sense of patriotism and belonging, reflecting their shared love for their country. Through this harmonious rendition, these young souls showcased not only their vocal talents but also their respect for the nation's values and heritage.



Sunday, August 6, 2023

Luv Kush Pathshala - Helps Foundation at mandanpura village for quality education

 માંડણપુરાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણની દિશામાં આગળ વધારતું અને બાળકોની પ્રગતિ માટે સતત તત્પર એવું હેલ્પ્સ ફાઉન્ડેશન અહીં હેલ્પ્સ પાઠશાળા ચલાવે છે. ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ર્ડા કાજલ પટેલના સતત માર્ગદર્શન અને સાથને કારણે આ પ્રવૃત્તિ સફળતાપૂર્વક ચાલી રહી છે , જેમાં યાશ્રી,કરીના, મીનદીદી અને અંજલિ પણ જોડાયા હતા.

Quality Education for all by Ngo Helps Foundation
Education for all - by Ngo Helps Foundation
માંડણપુરાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ
Luv kush Pathshala - by Ngo Helps Foundation
બાળકોની પ્રગતિ માટે સતત તત્પર
Quality Education by Ngo Helps Foundation
આયોજન અનુસાર અમે આજે હેલ્પ્સ પાઠશાળાના સ્થળ પર પહોંચ્યા અને દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરી. આગળના દિવસે આપેલું ગૃહકાર્ય તપાસ્યા બાદ અમે એમના આજના શિક્ષણકાર્યની શરૂઆત થઈ. આજે ધોરણ ૬,૭ અને ,૮ માં અંગ્રેજીના વિવિધ નવા નવા સ્પેલિંગ તેમને નોંધી આપ્યા - ઉચ્ચાર અને અર્થ સાથે અને એમને આ શબ્દો ફરી લખવા જણાવ્યું. ધોરણ ૮માં એક પાઠની શરૂઆત કરી અને એ પાઠમાં આવતા અઘરા શબ્દો પણ નોંધાવ્યા અને એમની પાર ધ્યાન આપવા કહ્યું કે જેથી તેઓ નવા શબ્દો શીખી શકે , યાદ રાખી શકે. શિક્ષણકાર્યના અંતે બાળકોને બિસ્કિટનો નાસ્તો આપવામાં આવ્યો , અને ધોરણ ૭ની એક વિદ્યાર્થીનીનો જન્મદિવસ હતો જેથી  સૌએ તેને અભિનંદન પાઠવ્યા અને તેણે સૌ બાળકોને આ નિમિત્તે ચોકલેટ આપી. આ પછી અમે સૌએ સાથે મળીને 15 ઓગસ્ટ નિમિત્તે જે કાર્યક્રમનો વિચાર કર્યો છે તેની ચર્ચા મોટા ધોરણના બાળકો સાથે કરી , અને કાર્યક્રમમાં શુ કરી શકાય એ વિશે તેમનો અભિપ્રાય લીધો. વિવિધ રમતોમાં કોણ કોણ જોડાશે એના નામની નોંધ કરી અને રાષ્ટ્રગીત ગાઈ અમે સૌ છુટા પડ્યા.

Equity and Social Justice through Quality Education in Rural Students

  Free and Quality Education for rural students is not only a moral imperative but also a wise investment in the future prosperity and well-...