હેલ્પસ ફાઉન્ડેશન હેલ્થ, એજ્યુકેશન અને લાઈવલીહૂડ પ્રોજેક્ટ પર કાર્ય કરે છે. એજ્યુકેશન પ્રોજેક્ટ અંતર્ગત ધોળકા તાલુકાના માંડણ પૂરા ગામમાં "હેલ્પસ પાઠશાળામાં" ગુણવત્તા સભર શિક્ષણ પૂરુ પાડે છે. 15 મી ઓગસ્ટના રોજ 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિતે માંડણ પૂરા "હેલ્પસ પાઠશાળામાં" રમતોત્સવ રાખવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન રૂપે બદરખા ગામના સરપંચશ્રી, માંડણપૂરાના આચાર્યશ્રી પણ આમંત્રિત કર્યાં.હેલ્પ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી ડૉ ધીરેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા.સાથે જૂથકાર્ય કરવાની ભાવના સાથે સહભાગી મિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા.
|
Independence Day Celebration by Helps Foundation |
|
Luv Kush Pathshala with Helps Foundation |
|
Helps Pathshala at mandanpura |
આયોજન પ્રમાણે આ કાર્યક્રમ સમય10થી 2વાગ્યા સુધીનો હતો.સૌ પ્રથમ ભારત માતાની પૂજા કરી અને પછી રાષ્ટ્રગીત ગવરાવવામાં આવ્યું. બાળકોનો ઉત્સાહ વધે તે અંગે 4 પ્રકારની રમતોત્સવ રાખવામાં આવ્યો જેમાં લીંબુ ચમચી, ત્રિપગી દોડ,કોથળા કૂદ,અને લોટ રમત હતી.રમતોત્સવ બાદ ત્રણ નંબર આપવામાં આવ્યા તેમાં તેમને ઇનામમાં 1નંબર ને 5નોટબુક અને એક પાઉચ, 2નંબરને 3નોટબુક અને એક પાઉચ,3 નંબર ને એક પાઉચ રાખવામાં આવ્યું. "મેરી મિટ્ટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત બે બાળકો એ વક્તવ્ય રજૂ કર્યું ,તેમને પણ ઇનામ આપવામાં આવ્યું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકોને બિસ્કીટનો નાસ્તો આપવામાં આવ્યો.
No comments:
Post a Comment