હેલ્પ્સ ફાઉન્ડેશનનો શિક્ષણનો સેવાયજ્ઞ 'હેલ્પ્સ પાઠશાળા' ના નામ હેઠળ ધોળકાના બદરખા નજીક માંડણપુરામાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે , અહીં લગભગ 45 થી વધુ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. હેલ્પ્સ ફાઉન્ડેશનના ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ડૉ. કાજલ પટેલની સાથે અને તેમના માર્ગદર્શનમાં યાશ્રી, મીનાદીદી, અંજલી અને કરીના આ કાર્યમાં જોડાઈએ છીએ.
Luv Kush Pathshala by Helps Foundation |
Luv Kush Pathshala by Helps Foundation |
આજે હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટીશ્રી ડૉ. ધીરેન્દ્ર પટેલનો જન્મદિવસ હોવાથી માંડણપુરાની હેલ્પ્સ પાઠશાળાના બાળકો માટે બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌ પ્રથમ અમે પહોંચીને બાળકો સાથે પ્રાર્થના કરી અને દિવસની શરૂઆત થઈ , આ પછી ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ સાથે મળીને તેમને હિન્દી વિષયમાં આવતી કવિતાનું ગાન કર્યું, જેના શબ્દો હતા , - 'તેરી હૈ ઝમીન...'. ઉપરાંત અમુક વિદ્યાર્થીઓને વાંચનની પ્રેક્ટિસ પણ આજના દિવસમાં કરાવવામાં આવી.
Luv Kush Pathshala by Helps Foundation |
આ બાદ બાળકોને ભોજન માટે બેસાડવામાં આવ્યા , તેઓ માટે પૂરી , શાક , મોહનથાળ અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોએ પહેલા સંસ્થાના સ્થાપક અને ટ્રસ્ટીશ્રી ડૉ. ધીરેન્દ્ર પટેલ સરને જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને પછી ભોજનની શરૂઆત કરી. તેમને બધાને સાથે જમવાનો ખૂબ જ આનંદ આવ્યો , અને સૌએ ખૂબ જ મજાથી ભોજન લીધું. અંતમાં અમે સૌ રાષ્ટ્રગીત ગાઈ અને છુટ્ટા પડ્યા.
No comments:
Post a Comment