હેલ્પ્સ ફાઉન્ડેશન જયારે શિક્ષણ ક્ષેત્રે ધોળકાના બદરખા નજીક માંડણપુરામાં 'હેલ્પ્સ પાઠશાળા ચલાવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અહીના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ કાર્યમાં હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ડૉ. કાજલ પટેલની સાથે અને તેમના માર્ગદર્શનમાં સ્વયંસેવકો તરીકે મીના, યાશ્રી, અંજલી અને કરીના જોડાય છે.
આજ રોજ હેલ્પ્સ પાઠશાળામાં નક્કી કરેલા સમય પર પહોંચ્યા, અમને જોઈ સૌ બાળકો આજના શિક્ષણકાર્ય માટે ઉત્સુક હતા. શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી જેમાં આજે છોકરાઓ દ્વારા સુંદર પ્રાર્થના કરાવી.આ પછી બાળકોની હાજરી લેવામાં આવી કે જેથી નિયમિતતા જળવાઈ રહે. આજે હું ધોરણ ૧ થી ૪ ના બાળકોની સાથે જોડાઈ હતી. તેઓની સાથે શાળામાં આપેલા ઘરકામ વિશે ચર્ચા કરી અને એ બાદ તેમને હિન્દીમાં અંકો, વાંચન અને સરવાળાના દાખલાની પ્રેક્ટિસ કરાવી. સાથે સાથે હિંદી ભાષાને મહત્વ આપી તેને સમજ આપી.ઍક કલાક પૂર્ણ થતાં ધોરણ ૬,૭,૮માં બાળકો સાથે સમાજીક વિજ્ઞાન વિષય પર ભાર આપ્યો.જેમાં અભ્યાસમાં આદિમાનવો વિશે વાત કરી. ત્યારબાદ તેની નાની એવી મૌખિક ટેસ્ટ લીધી. બાળકોએ ઉત્સાહપૂર્વક તેના જવાબ પણ આપ્યા. પછી તેમને બેઝિક નોલેજ માટે દિશાઓની જાણકારી, ગુજરાતી મહિના, શ્રાવણ માસમાં આવતા તહેવારો અને તેનું મહત્વ વગેરેની ચર્ચા કરવામાં આવી. શિક્ષણકાર્ય પૂરું કરીને મોટા બાળકોને ખો-ખો ની રમત રમાડી. આ બાદ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. અંતે અમે સૌ રાષ્ટ્રગીત ગાઈ અને છુટ્ટા પડયા.
No comments:
Post a Comment