માંડણપુરા હેલ્પ્સ પાઠશાળામાં આજે અવનવી ઇત્તર પ્રવૃતિઓ કરાવવામાં આવી. દિવસની શરૂઆત ઈશ્વરના સ્મરણ સાથે થઈ , અંજલી અને મીનાદીદી દ્વારા બાળકોને સરસ પ્રાર્થના અને ધૂન ગવડાવવામાં આવી. આ બાદ તેઓ સાથે નજીકના સમયમાં ઉજવેલા તહેવારો વિશે વાતો કરવામાં આવી - સૌએ કઈ કઈ રીતે પાંચમથી લઇને જન્માષ્ટમીના દિવસો કેવી રીતે ઉજવ્યા એ વિશે ચર્ચા કરી. બાળકો ખૂબ ઉત્સાહથી આ વાતોમાં ભાગ લેતા હતા , અને પોતાની રજુઆત કરતા હતા.
|
Education For All with Helps Foundation |
|
Quality Education by Ngo Helps Foundation |
|
Food4all by Helps Foundation |
આ પછી બાળકોને બે વિભાગમાં વહેંચીને , એટલે કે 1 થી 4 અને 5 થી 8 - તેઓને
અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા, જેમકે નાના બાળકો માટે આગળ - પાછળ અને વચ્ચેની સંખ્યાઓને સરળ રીતે સમજાવવા માટે મીના અને કરીના દ્વારા તેઓ માટે બાક્સ ની પેટી માંથી એક રમત શીખવવામાં આવી. યાશ્રી અને અંજલિ બીજા જૂથ સાથે હતા, એમને માટે અંગ્રેજી માસના નામ સંબંધિત પ્રવૃત્તિ કરાવી , તેમજ અંજલિએ તેઓને રંગીન કાગળમાંથી ફૂલો બનાવતા શીખવ્યા. અંતે સૌ બાળકોને બિસ્કિટ અને વેફરના નાસ્તાનું વિતરણ કર્યું , અને રાષ્ટ્રગીત ગાઈ સૌ છુટ્ટા પડ્યા.
No comments:
Post a Comment