હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલી હેલ્પ્સ પાઠશાળા ધોળકાના બદરખા નજીક આવેલા માંડણપુરા ગામમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. હેલ્પ્સ ફાઉન્ડેશનના ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ડૉ. કાજલ પટેલની સાથે અને તેમના માર્ગદર્શનમાં યાશ્રી, મીના, કરીના અને અંજલી - આ કાર્યમાં જોડાઈએ છીએ.
આજે હેલ્પ્સ પાઠશાળાનો સમય 12 વાગ્યાનો નકકી કરવામાં આવ્યો હતો, શિક્ષણની શરૂઆત પ્રાર્થનાથી થઈ. આજે ધોરણ 3 ના બાળકોને પર્યાવરણમાં આવતા એક પાઠની સમજૂતી આ બાદ ધોરણ 7 અને 8 ના બાળકોને 'My Family' વિષય પર તેમની સાથે ચર્ચા કરી અને નિબંધ લખવ્યો તથા સમજાવ્યો. તેની સાથે સાથે બાળકોને 'એપોસ્ટરોપી એસ' ના ખ્યાલને ઉદાહરણ સાથે સમજાવ્યો. અંતે સૌ બાળકો વ્યવસ્થિત ગોઠવાઈ ગયા ,અને નાસ્તો આપવામાં આવ્યો, નાસ્તો કરીને અમે સૌ રાષ્ટ્રગીત ગાઈને છુટા પડ્યા.
Luv-Kush Pathshala by Helps Foundation |
No comments:
Post a Comment