Friday, May 26, 2023

Children Education - Luv Kush Pathshala by Helps Foundation

 Helps Foundation education for all works with the objective of empowering underprivileged children by providing education and wellness support.

Give knowledge and education for children by Helps Foundation
Education For All - By Helps Foundation Team

Due to poverty, children from underprivileged communities usually dropout of the formal education system to financially support their families. Helps Foundation has been working towards bringing these kids back into the formal education system through its non-formal education centers.
Helps foundation working for rural areas children education
Education For All - By Helps Foundation Team


Children enjoy with Helps Foundation Team
Education For All - By Helps Foundation Team

Saturday, March 25, 2023

ગુણવત્તાસભર શિક્ષણની દિશામાં પગલાં - 'HELPS પાઠશાળા'ની ટીમ દ્વારા

વિદ્યાદાન - શ્રેષ્ઠદાનની ભાવનાથી ચાલતો હેલ્પ્સ ફાઉન્ડેશનનો કાર્યક્રમ - 'HELPS પાઠશાળા' માંડલપુરા ગામના બાળકોને ગુણાત્મક શિક્ષણ આપવાની દિશામાં કાર્ય કરી રહ્યું છે. આ પ્રેજેક્ટમાં હેલ્પ્સ ફાઉન્ડેશનની ટિમ - ડૉ. ધીરેન્દ્ર પટેલ , ડૉ. કાજલ પટેલ , મીના, કરીના , અંજલી અને હું(યાશ્રી) પોતાનું યોગદાન આપી રહ્યા છે. ૩ મહિનાથી ચાલતી આ પાઠશાળામાં ૧ થી ૮ ધોરણના કુલ ૪૫ જેટલા બાળકો શિક્ષણ પ્રવૃત્તિમાં જોડાય છે. 

Education4All



HELPS Paathshala


HELPS Paathshala

નક્કી કરેલા સમયે અમે સૌ માંડલપુરા પહોંચ્યા ત્યારે બાળકો ત્યાં જ હજાર હતા. અમે ધોરણ મુજબ બાળકોને બેસાડ્યા અને આયોજન મુજબ પ્રાર્થના શરૂ કરી. આજે હું ૭ માં ધોરણના વિદ્યાર્થીઓ સાથે ગુજરાતી વિષય સંબંધિત પ્રશ્નો પૂછવાની હતી. પરીક્ષા નજીક આવતી હોવાથી પાઠ અને કાવ્યના પ્રશ્ન- જવાબ તથા વ્યાકરણના મુદ્દાઓ સમજાવ્યા અને લખાવ્યા. લગભગ બધા જ બાળકોને પ્રશ્ન- જવાબમાં કોઈ તકલીફ નહોતી પરંતુ વ્યાકરણ વિભાગમાં અમુક પ્રશ્નો હતા , તે સમજાવ્યા. અંતમાં રાષ્ટ્ગાન માટે સૌને તૈયાર કર્યા અને ૭ અને ૮ ધોરણના બાળકોને એ જવાબદારી સોંપવામાં આવી કે જેમાં તેઓ સૌને રાષ્ટ્રગાન માટે આદેશ આપે. આ પાઠશાળાનો હેતુ તેમને ગુણવત્તાસભર શિક્ષણની સાથે સાથે તેઓના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો પણ છે, અને કોઈ પણ બાબતની જવાબદારી તેમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ ગામના બાળકોને આગળ ભણવાની પ્રેરણા મળે , તેઓનો પાયો મજબૂત બને અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એ હેલ્પ્સ ફાઉન્ડેશનનો ધ્યેય છે જેને પૂર્ણ કરવા માટે તે સતત કાર્યશીલ છે.

- યાશ્રી દેસાઈ

Tuesday, March 21, 2023

'વિશ્વ જળ દિવસ'ની ઉજવણી - 'HELPS પાઠશાળા'ના વિદ્યાર્થીઓ સાથે

માંડલપુરા ગામમાં ચાલતો શિક્ષણનો સેવાયજ્ઞ એટલે કે ‘HELPS પાઠશાળા’ નિયમિત રીતે અહીંના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની પ્રવૃત્તિ કરી રહી છે, જેમાં હેલ્પ્સ ફાઉન્ડેશનના ડૉ. ધીરેન્દ્ર પટેલ, ડૉ. કાજલ પટેલ તથા મીના, અંજલી, કરીના અને હું (યાશ્રી) ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપીએ છીએ. એવું સાંભળ્યું છે કે શિક્ષણ એ લોકોના જીવનને ઉજળું બનાવતું તથા સમગ્ર વિશ્વને પહેલાં કરતાં વધુ ઉન્નત બનાવતું સાધન છે. આ જ વાક્યને અનુસરતા હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યની શરૂઆત થઈ છે.


અમારા સમયપત્રકને અનુસરતા અમે સવારે ૧૧ વાગ્યે અમારી નિયત જગ્યા પર હાજર થયા ત્યારે બાળકો અમારી રાહ જોઈ જ રહ્યા હતા. આજે દર વખત કરતા થોડા વધુ ઉત્સાહી જણાતા હતા જેનું કારણ આજની ચિત્ર સ્પર્ધા હતી. સૌપ્રથમ પ્રાર્થનાથી દિવસની શુભ શરૂઆત થઈ અને અમે સૌએ અલગ અલગ ધોરણની શિક્ષણ પ્રવૃત્તિ શરુ કરી. અંજલી ૧ થી ૩ ધોરણ , મીનાબેન ચોથું ધોરણ, કરીના ૫ અને ૬ ધોરણની શિક્ષણ પ્રવૃત્તિ શરુ કરી. આયોજન મુજબ મારે ધોરણ ૭ માં વિજ્ઞાન વિષય લેવાનો હતો જેથી મેં તેની શરૂઆત કરી. બાળકોની પરીક્ષા નજીક આવતી હોવાથી દરેક પાઠના વિકલ્પો, ખાલી જગ્યા અને જોડકાં જેવા નાના નાના પ્રશ્નો પહેલા તૈયાર કરાવવાનાં વિચારથી શિક્ષણકાર્ય શરુ થયું. તેઓને આ પ્રશ્નોમાં જે બાબતો ન સમજાઈ તે સમજાવી.


અગાઉથી બાળકોને જણાવ્યું હતું એ મુજબ આજે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેનો વિષય ‘વિશ્વ જળ દિવસ સંદર્ભે નક્કી કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનો હેતુ બાળકોની આ શૈક્ષણિક પ્રવૃત્તિ વધુ રસપ્રદ બનાવવા તથા તેમનામાં જાગૃતિ વધારવાનો હતો.  એક જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારી અગત્યના અને ગંભીર પ્રશ્નો પ્રત્યે સમાજનું ધ્યાન દોરવાની છે, જેમાં સૌથી અસરકારક માધ્યમ બાળકો છે – આપણું આવનારી કાલનું ભવિષ્ય જો જાગૃત અને જવાબદાર હશે તો તેઓ એક સફળ સમાજની આગેવાની કરી શકશે. ચિત્ર સ્પર્ધા માટે સૌ માટે રંગો અને ચિત્ર માટેના કાગળની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેઓએ રસપૂર્વક આ સ્પર્ધામા ભાગ લીધો અને વિષય અનુરુપ ચિત્રો દોર્યા અને તેમાં રંગ ભર્યા. દિવસને અંતે બાળકોને ચવાણાનો નાસ્તો કરાવવામાં આવ્યો ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને અમે સૌ છુટ્ટા પડ્યા. આજનો આ દિવસ બાળકો તથા અમારા માટે ખૂબ યાદગાર રહ્યો અને તેઓ એક શીખ લઈને પોતપોતાના ઘરે ગયા.  


                   -યાશ્રી

     

 

      

Monday, March 6, 2023

Holi Celebration with Mandalpura Children - by Helps Foundation


Under the initiative to provide quality education to the underprivileged students from the villages, HelpsFoundation is working at Mandalpura village to deliver quality based education with the team of - Dr. Dhirendra Patel, Dr. Kajal Patel, Anjali, Meena, Karina and Me (Yashree). As per the schedule we reached there at 11’o clock. The students are quite aware of the routine so they were present on time. Like our routine, we started our day with the prayer to God.    


As all the children were in the mood for celebration of the festival of colors – Holi, we were also prepared for that but after the prayer we followed the schedule, we approached the students by their standards respectively and assigned them their work. Today all the volunteers were working on Mathematics. Basic sums and tables were being discussed. After the study time the celebration started. We served them Dhaani and Khajur (Popcorn and Dates) – specially consumed during Holi. It came to be a very good surprise for them, kids enjoyed the food with their friends. Dates were their favorite, they said it was delicious.  

Holi Celebration



And now it was the time for us to play Holi. The whole team was very excited to play Holi with the kids. We rubbed Gulal on each others faces and wished them ‘Happy Holi’. American educator David O. McKay Quoted, “True happiness comes only by making others happy.” Today I totally understood the meaning of this line. Children had a beautiful day with colors. Their innocence really made our day. Kids were very happy with Celebration and few of them invited us to join them on the day of Holi. The day ended with few safety instructions for the celebration and best wishes for the festival.


Saturday, February 25, 2023

Helps Foundation Education4All

તા-25 -2 -23
વાર- શનિવાર
માંડણપૂરા ગામ માં હેલ્પ ફાઉન્ડેશન દ્વારા , ડૉ. ધીરેન્દ્ર સર, ડૉ.કાજલ મેમ અને અમારી ટીમ હું,મીના,કરીના ગયા હતા. 

આજે મે ધોરણ 6.7.8 ના બાળકો ને બેઝિક અંગ્રેજી ગ્રામર સિખવ્યું.જેમાં શરૂઆત માં મારી પાસે 3 બાળકો જ હતા પરંતુ એમને જાણ્યું કે આજે અંગ્રેજી ભણાવવાના છે તો જોત જોતા માં મારી પાસે 8 બાળકો અંગ્રેજી સિખવા માટે આવી ગયા.તેમના આ ઉત્સાહ ને જોઈ મારો ઉત્સાહ પણ વધી ગયો.મે બાળકો ને અંગ્રેજી કક્કો, અંગ્રેજી આંકડા,અને થોડું ગ્રામર સીખવ્યું.આ બાદ અમે બધા સાથે મળી ને ખો - ખો , ડુંગર પર આગ લાગી અને સ્ટેચ્યુ જેવી અદભુત રમતો રમ્યા.
આવતી કાલનો સમય જણાવી રાષ્ટ્ર ગાન ગાઈને છુટા પડ્યા....આજે નવીન માં એવું જાણવા મળ્યું કે તેમની મોટા ભાગ ની બેહનો નાની છે અથવા તો પરણી ને સાસરે રહે છે.

Wednesday, February 22, 2023

Helps Foundation - #education4all

તા.19/02/2023 ને રવિવાર, માંડણપૂરામાં 4દિવસ..
આજે રવિવાર હોવા છતાં ગઈ કાલે જણાવ્યા મુજબ બાળકો ઉપસ્થિત રહ્યા, તે જોઈને એવું લાગ્યું કે તેમને કંઇક નવું શીખવું છે.
હેલ્પ્સ ફાઉન્ડેશન ટીમના Dr.ધીરેન્દ્રસર,Dr.કાજલમેમ, અંજલીબેન, કરીનાબેન અને યાશ્રીબેન સાથે મળીને તે કાર્યને ઉત્સાહ પૂર્વક ભાગ ભજવી રહ્યા છે.જેમકે યાશ્રીબેન 6/7/8 ધોરણનું શિક્ષણ કાર્ય સાંભળતા હતાં,તે રીતે કરીનાબેન 5 ધોરણનું શિક્ષણ કાર્ય સાંભળતા હતાં,હું (મીના) ધોરણ 3/4નું અને અંજલીબેન k.g.1/2અને 1ધોરણ . 
શિક્ષણ કાર્યને પૂર્ણ કર્યા બાદ મનોરંજન માટે રમત પણ રમાડવામાં આવી તે રમતમાં દરેક બાળક મનગમતી પ્રવૃત્તિ (કવિતા,બાળગીત,ઉખાણાં, હિંદી માં પોતાનો પરિચય અને સરસ્વતી માતા પૂજા )વગેરે જેવી વિશેષતા ધરાવતી આ રમત સૌ બાળકોએ આનંદ માણ્યો.ત્યારબાદ તેમને ચોકલેટ આપવામાં આવી અને પછી રાષ્ટ્રગીત ગઈને અમે છુટ્ટા પડ્યાં.
From:  Volunteer  Meena...

Thursday, February 16, 2023

ngohf education4all

માંડણપૂરા માં બીજો દિવસ,
અમારા હેલ્પસ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા હું ને ફાલ્ગુની બેન માંડણપૂરામાં બાળકોને ભણાવવા માટે ગયા હતા અમે જેવા ત્યાં પહોંચ્યા ત્યાં જ બાળકોનો અનેરો ઉત્સાહ જોયો.

 તેઓ અમારી પહેલા ત્યાં સમયસર પહોંચી ગયા હતા.ભણવાની શરૂઆત કર્યા પહેલા અમે સમૂહમાં પ્રાર્થનાથી તેની શરૂઆત કરી. અમારા કામથી ખુશ થઈને બીજા નવા બાળકો પણ જોડાયા હતા.તેમને સમૂહમાં બાળકો દ્વારા એકડા, એબીસીડી બોલાવ્યા હતા.ભણવાની સાથે તેમનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તેમને ઉખાણાં,વાર્તા,બાળગીત જેવી ઈત્તર પ્રવૃત્તિઓમાં બાળકોને જોડ્યા હતા. ત્યારબાદ ક્લાસ ને સમાપ્ત કરતા રાષ્ટ્રગાન ગયું હતું અને આખરે બાળકોને બિસ્કીટનું વિતરણ કર્યું હતું .

Equity and Social Justice through Quality Education in Rural Students

  Free and Quality Education for rural students is not only a moral imperative but also a wise investment in the future prosperity and well-...