ગુણવત્તાયુક્ત શિક્ષણની દિશામાં અવિરતપણે પગલાં લેતું હેલ્પ્સ ફાઉન્ડેશન બદરખા નજીક માંડણપુરા ગામમાં' હેલ્પ્સ પાઠશાળા' થી બાળકોને શિક્ષણ પૂરું પાડે છે. જેમાં હેલ્પ્સ ફાઉન્ડેશનના ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ડૉ. કાજલ પટેલની સાથે અને માર્ગદર્શનમાં યાશ્રી, કરીના ,મીનાદીદી અને અંજલિ જોડાઈએ છીએ.
આજે સૌપ્રથમ શિક્ષણની શરૂઆત પ્રાર્થનાથી થઈ , બાળકોએ જાતે જ એક નવી પ્રાર્થના ગાઈ અને દિવસની સરસ શરૂઆત થઈ. આજે અમારી સાથે વૈભવ પણ જોડાયા હતા , જેમણે વિદ્યાર્થીઓને 'રુબીક ક્યુબ' વિશે જણાવ્યું, અને તેને કઈ રીતે ગોઠવી શકાય એ જણાવ્યું. સાથે સાથે 8માં ધોરણના બાળકોને ગણિત વિષયમાં અમુક મુદ્દાઓ સમજાવ્યા. આજે 8માં ધોરણના વિદ્યાર્થીઓ સાથે ' degree of composition ' વિશે ચર્ચા કરી અને એ સંદર્ભના વાક્યોની પ્રેક્ટિસ કરાવી.
Food4all - by Ngo Helps Foundation |